Please Enter Bible Reference like John 3:16, Gen 1:1-5, etc
Bible Versions
હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
તેથી હવે તમારા કોપનો ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે, તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમને તમારું તારણ પમાડો.
યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું. યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે; પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે. બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
હા, યહોવા ‘કલ્યાણ’ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.