Please Enter Bible Reference like John 3:16, Gen 1:1-5, etc
Bible Versions
હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો. યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો પહેરીને આવો અને તેમની ઉપાસના કરો, આવો અને તેમનું ભજન કરો.
યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે; ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે, યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે. લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે. તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
યહોવાના સાદના પડઘા રણને, અને કાદેશના રણને ધ્રુજાવે છે.
યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે. ‘યહોવાનો મહિમા થાય.’
યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા; અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે, અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.