Please Enter Bible Reference like John 3:16, Gen 1:1-5, etc
Bible Versions
યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માગેર્ ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ; કારણ હે યહોવા, તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો. અને મારા માથા પર તેલ રેડો છો. મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે; અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.