Please Enter Bible Reference like John 3:16, Gen 1:1-5, etc
Bible Versions
હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં તમને મદદ માટે પોકાર કર્યો.
હે યહોવા, મારી હાકલ સાંભળ; અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
પરંતુ તમે લોકોને માફી આપો છો, તેથી તમે આદર પામશો.
તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, મારો આત્મા તેમની રાહ જુએ છે, હું તેમના વચન પર આધાર રાખું છું.
પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ હું યહોવાની રાહ જોઉં છું.
હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો, કારણ, તે દયાળુ ને કૃપાળુ છે અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.