Please Enter Bible Reference like John 3:16, Gen 1:1-5, etc
Bible Versions
જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં; ત્યારે વિદેશીઓએ કહ્યું; “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે જેથી અમે આનંદ પામીએ છીએ.
હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો, અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે; તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે; તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.